આ દીકરી આજે બની ગઈ છે દેશની ઓળખ, પણ શું તમે જાણો છો તેને??

0
337

દક્ષિણ ભારતના ટ્રેડિશનલ ડ્રેસમાં એક સુંદર નાની છોકરીની તસવીર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફક્ત આ તસવીરમાં જે બાળક છે તે કોણ છે તે જાણી શકાય તેમ નથી. પંરતુ તમને જણાવી દઇએ કે આ તસવીરમાં જે બાળકી છે તેણે પોતાના ક્ષેત્રમાં એટલું સફળ અને પ્રખ્યાત નામ કમાવ્યુ છે કે તેના પર આખા દેશને ગર્વ છે. તસવીર જોતા જો તમને લાગે કે તે કોઈ ફિલ્મ અભિનેત્રી છે, તો તમે એકદમ ખોટા છો. તે પોતાનું નામ કમાઇ રહી છે પરંતુ એક અલગ રીતે અને તે પણ એવી રીતે કે હવે છોકરીઓ તેમના જેવી નાયિકા બનવાનું સ્વપ્ન છોડી દે છે. જો તમે હજી પણ ઓળખતા નથી, તો ચાલો આપણે જાણીએ કે તે કોણ છે. ખરેખર તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ સિવાય બીજું કોઈ નથી.

મિતાલીએ જાતે જ આ તસવીર ટ્વિટર પર શેર કરી છે અને તસવીરની નીચે લખ્યું છે કે કેટલીક વાર ફક્ત એક જ તસવીર તમારી હજાર યાદગાર ક્ષણો ફરીથી તમારી સામે લાવી દે છે. આ પછી, મિતાલીના ચાહકો આ પોસ્ટને રીટ્વીટ કરી રહ્યા છે અને આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

ક્રિકેટર નહીં પણ ડાન્સર બનવાની ઇચ્છા ધરાવતી હતી મિતાલી

તમને જણાવી દઇએ કે નાનપણમાં મિતાલી ક્રિકેટર નહીં પણ ડાન્સર બનવા માંગતી હતી. છેલ્લા 12 વર્ષથી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહેલી મિતાલીનો જન્મ તમિલ પરિવારમાં થયો હતો, તેને નૃત્યમાં રસ બાળપણથી જ હતો અને તેથી જ તેણે બાળપણમાં શાસ્ત્રીય નૃત્ય શીખવાનું શરૂ કર્યું હતું.

10 વર્ષની વયે ભરતનાટ્યમ શીખી

તેણે 10 વર્ષની ઉંમરે ભરતનાટ્યમ શીખી હતી અને તેમાં કારકિર્દી બનાવવાનું વિચારી રહી હતી. પરંતુ સમય એટલો બદલાયો છે કે આજે મિતાલીએ દેશની ક્રિકેટની વ્યાખ્યા બદલી નાખી છે.

17 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ

સ્કૂલમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમનારી મિતાલીની ટીમ ઈન્ડિયામાં 17 વર્ષની વયે પસંદગી થઈ હતી. મિતાલીએ 1999 માં પ્રથમ વખત વન ડે ઈન્ટરનેશનલમાં ભાગ લીધો હતો. આ મેચ આયર્લેન્ડના મિલ્ટન કેન્સમાં બની હતી, જેમાં મિતાલીએ 114 રન બનાવ્યા હતા અને આજે મિતાલીના નામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 21 વર્ષની ઉંમરે તેમને ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી હતી.

આ એવોર્ડ દેશનું નામ રોશન કરવા માટે પ્રાપ્ત થયા છે

મિતાલી વિઝડન ઇન્ડિયા ક્રિકેટર એવોર્ડ મેળવનારી પ્રથમ મહિલા ક્રિકેટર છે. આ ઉપરાંત, મિતાલીને રમતમાં સારા પ્રદર્શન માટે ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here