આ છે ટીવી ના 5 હેન્ડસમ અભિનેતાઓની પત્નીઓ, બીજા નંબર વાળાની પત્ની છે ખુબજ સુંદર

0
966

આજ સુધી તમે ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતા અભિનેતાઓની પત્નીઓ વિશે સાંભળ્યું કે વાંચ્યું હશે. તેમાંથી કેટલાક લાઇમલાઇટનો ભાગ રહે છે તો અમુક અભિનેતાની પત્નીઓ ક્યારેય મીડિયા સમક્ષ જોવા મળતી નથી. તમે તેમની તસવીરને સોશ્યલ મીડિયા પર ભાગ્યે જ જોઈ શકો છો પરંતુ આજે અમે ટીવીના કેટલાક એવા હેન્ડસમ એક્ટર્સ વિશે વાત કરીશું જેમની પત્નીઓ કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી અને તેમની સુંદરતા જોઇને તમે પણ મોટા મોટા મોડલ્સને ભૂલી જશો.

આ ટીવીના 5 સૌથી હેન્ડસમ એક્ટર્સની પત્નીઓ છે

નકુલા મહેતા

ટીવીની લોકપ્રિય સીરિયલ ઇશ્કબાઝ અને દિલ બોલે ઓબેરોયમાં પોતાના અભિનયથી બધાને દિવાના બનાવનાર અભિનેતા નકુલ મહેતાએ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નકુલ મહેતાએ વર્ષ 2012 માં જાનકી પારેખ સાથે લગ્ન કર્યા હતા. તેમનું હનીમૂન પેરિસમાં થયું હતું અને અહીં તેઓએ એક લિપલોકિંગ તસવીર શેર કરી હતી જે એકદમ વાયરલ થઈ હતી.

વિવિયન ડીસેના

ટીવીની લોકપ્રિય અભિનેતા વિવિયન ડીસેનાએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત 2008 ની સિરિયલ ‘કસમ સે’ માં એક મહત્વપૂર્ણ પાત્રથી કરી હતી. આ પછી તેણે પ્યાર કી યે કહાની, મધુબાલા અને શક્તિ જેવા ઘણાં લોકપ્રિય શો કર્યા. વિવિયન ડીસેનાએ ખતરો કે ખિલાડી -7 અને ઝલક દિખલાજા -8 જેવા રિયાલિટી ટીવી શોમાં પણ કામ કર્યું છે. વિવિયનએ વર્ષ 2013 માં ટીવી અભિનેત્રી વહબીઝ દોરાબજી સાથે લગ્ન કર્યા હતા પરંતુ વર્ષ 2017 માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

ગૌતમ રોડે

ટીવી સિરિયલો મહા કુંભ, કાલ ભૈરવ, સૂર્યપુત્ર કર્ણ જેવા ઘણા મોટા ટીવી શોમાં કામ કરી ચુકેલા ગૌતમે બોલીવુડમાં પણ કામ કર્યું છે. આ સિવાય ગૌતમે ઘણા મ્યુઝિક વીડિયો પણ કર્યા છે, ગૌતમ મોડેલિંગની દુનિયામાં એકદમ ખ્યાતિ ધરાવે છે. ગૌતમ રોડેએ વર્ષ 2018 માં ટીવી અભિનેત્રી પંખુરી અવસ્થી સાથે લગ્ન કર્યા છે અને તેમની સાથે સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે.

ગુરમીત ચૌધરી

ટીવી સીરીયલ સીયાના રામ અને ગીત જેવા લોકપ્રિય શોમાં કામ કરનાર અભિનેતા ગુરમીત ચૌધરી બોલિવૂડની ફિલ્મોમાં પણ ખૂબ સક્રિય થઈ ગયા છે. ગયા વર્ષે બોલીવુડની ફિલ્મ ‘પલટન’માં ગુરમીત ચૌધરીએ કેપ્ટન પૃથ્વીસિંહ ડાગરની (મુખ્ય ભૂમિકા) ભજવી હતી. ગુરમિતે તેના સહ-અભિનેતા ગુરમીત ચૌધરી સાથે લગ્ન કર્યા હતા અને નચ બલિયે જેવા શોનો ભાગ હતો. આ સિવાય ગુરમીત ઝલક દિખલાજામાં પણ જોવા મળ્યો છે.

મોહિત સહગલ

ટીવી શો ‘મિલે જબ હમ તુમ’ થી ડેબ્યૂ કરનાર અભિનેતા મોહિત સહગલે આ શો પછી કુબૂલ હૈ, પવિત્ર રિશ્તા, સરોજિની જેવા ઘણા શો કર્યા છે. મોહિત સહગલે વર્ષ 2016 માં સુંદર ટીવી એક્ટ્રેસ સનાયા ઈરાની સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here