કેવડા ત્રીજ: પતિનાં દીર્ઘાયુ અને ઉત્તમ આરોગ્યની કામનાની પૂર્તિ માટેનું વ્રત, જાણો પૂજનમાં કઈ કઈ સામગ્રી જરૂરી?

કેવડા ત્રીજ: પતિનાં દીર્ઘાયુ અને ઉત્તમ આરોગ્યની કામનાની પૂર્તિ માટેનું વ્રત, જાણો પૂજનમાં કઈ કઈ સામગ્રી જરૂરી?

કેવડા ત્રીજ એટલે હરિયાળી ત્રીજ. આ દિવસે મહિલાઓ પોતાનાં પતિનાં લાંબા આયુષ્ય અને નિરોગી આરોગ્યમય જીવનની કામનાનાં ઉદ્દેશથી વ્રત તથા પૂજન કરે છે. આ વર્ષે હરિયાળી ત્રીજનો પર્વ આજે 9મી સપ્ટેમ્બર ભાદરવા સુદ ત્રીજે હસ્ત નક્ષત્રમાં ગુરૂવારે ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં હરિયાળી ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે મહિલાઓ ભગવાન સામ્બસદાશિવને કેવડો ચઢાવી પતિનાં લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.

હરિયાળી શબ્દનો અર્થ છે હર્યુ-ભર્યુ. અને ચોમાસું આવતા ચોતરફ્ હરિયાળી ફેલાઈ જાય છે. આ દિવસે મહિલાઓ સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને પરંપરાગત લોક ગીતો ગાય છે, અને નાચે છે. આ દિવસને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત હરિયાળી ત્રીજનાં જ દિવસે માતા પાર્વતીને ભગવાન શિવ પતિ તરીકે પ્રાપ્ત થયા હતાં. તો બીજી બાજુ આ દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાનાં પ્રેમનાં પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે.

આ તમામ વિધિ પૂર્ણ થયા બાદ આ તમામ વસ્તુઓને કોઇક પવિત્ર નદી કે તળાવમાં પ્રવાહિત કરી દેવી. આ પૂજા પતિનાં દીર્ઘાયુ અને ઉત્તમ આરોગ્યની કામનાની પૂર્તિ માટે કરવામાં આવે છે, તો અવિવાહિત કન્યાઓ પણ મનગમતો વર પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરી શકે છે.

કોરોનાની મહામારીમાં ઘરે પણ પૂજા કરી શકાય: ઘણા સ્થાનોએ મહિલાઓ હરિયાળી ત્રીજનાં દિવસે ચંદ્ર દેવની પૂજા પણ કરે છે. આ ત્રીજ-તહેવારોમાંનો એક પર્વ છે. શાસ્ત્ર્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે આ વૈશ્વિક મહામારીનાં સમયમાં બહેનો ઘરમાં રહીને પૂજા કરી શકે છે. પૂજનમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે. કાળી ભીની માટી, વેલ પત્ર, શમીનાં પાન, કેળાનાં પાન, ધતૂરાનું ફૂલ અને પાન, અંકવ વૃક્ષનાં પાન, તુલસીનાં પાન, જનોઈ, નાડાછડી, નવા વસ્ત્ર્રો, ફ્લોમાંથી બનેલી છત્રી, મહેંદી, ચૂડીઓ, પુજાપો, કંકુ, કાંસ્કો મ્હાવર, સુહાગનનાં શ્રૃંગારની વસ્તુઓ, શ્રીફ્ળ, કળશ, તેલ અને ઘી, કપૂર, પંચામૃત

મહામારીના સમયે કેવડા ત્રીજે ઘરે કેવી રીતે પૂજા કરી શકાય? પૂજા માટે સંકલ્પ કરવો અને આ મંત્રનો જાપ કરવો જોઈએ:

ઉમામહેશ્વરસાયુજ્ય સિદ્ધયે હરિતાલિકા વ્રતમહં કરિષ્યે

સૌપ્રથમ મૂર્તિ બનાવવી ત્યારબાદ પૂજનની શરુઆત કરવી. હરિયાળી ત્રીજની પૂજા સમયે સ્વચ્છ વસ્ત્ર્રો ધારણ કરી પવિત્ર થઈ પૂજા કરવી. હવે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવો. પરમ્પરા મુજબ આ મૂર્તિઓ સુવર્ણની બનેલી હોવી જોઇએ, પરંતુ કાળી માટીમાંથી પોતાનાં હાથોથી આ મૂર્તિઓ બનાવી શકો છો. સુહાગ શ્રૃંગારની વસ્તુઓ સજાવો અને માતા પાર્વતીને તે અર્પિત કરો. ભગવાન શિવને વસ્ત્ર્રો ભેંટ કરો. સુહાગ શ્રૃંગારની વસ્તુઓ અને વસ્ત્રો બ્રાહ્મણને દાન કરો.

આ પછી પૂર્ણ શ્રાદ્ધા સાથે હરિયાળી ત્રીજની કથા સાંભળવી અને વાંચવી. કથા વાંચ્યા બાદ ભગવાન ગણેશની આરતી કરવી. તે પછી ભગવાન શિવ અને પછી માતા પાર્વતીની આરતી કરવી. ત્રણેય દેવી-દેવતાઓની મૂર્તિઓની પરિક્રમા કરો અને પૂરા મનથી પ્રાર્થના કરવી. આખી રાત મનમાં પવિત્ર વિચારો રાખો અને ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. આ સંપૂર્ણ રાત્રે આપે જાગરણ કરવું જોઈએ. બીજા દિવસે સવારે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા કરો અને માતા પાર્વતીને સિંદૂર અર્પિત કરવું. ભગવાનને કાકડી અને હલવાનો ભોગ ધરાવવો. ત્યારબાદ કાકડીથી વ્રત ખોલવું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *