32 વર્ષની થઈ ગઈ છે “કુછ કુછ હોતા હૈ” ની અંજલી, તસવીરો જોઈને તમે પણ દિવાના થઇ જશો

0
211

1998 માં આવેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ મોટાભાગના બધા જ લોકોએ જોઈ હશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખરજી મુખ્ય ભૂમિકામાં હતા. શાહરૂખ ખાનની પુત્રી અંજલીનું પાત્ર પણ આ ફિલ્મમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ ભૂમિકા સના સઈદે ભજવી હતી. તે સમયે સના 10 વર્ષની હતી. જો કે, અત્યારે 22 વર્ષ પછી તે ખૂબ બદલાઈ ગઇ છે. 22 સપ્ટેમ્બર 1988 માં મુંબઇમાં જન્મેલી સના આજે તેનો 32 મો જન્મદિવસ ઉજવી રહી છે. આવી સ્થિતિમાં, અમે તમને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.

સનાએ સૌ પ્રથમ 1998 માં કુછ કુછ હોતા હૈમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ પછી તે ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને ‘બાદલ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. આ ત્રણેય ફિલ્મો કર્યા પછી તે ફિલ્મ જગતથી દૂર થઈ ગઈ હતી. જોકે સનાએ મુંબઈથી અભ્યાસ પૂરો કર્યો છે.

સના ‘બાબુલ કા આંગન છૂટે ના’ અને ‘લો હો ગયી પૂજા ઇસ ઘર કી’ જેવી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે. અહીં તેની અભિનયની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

સના ડાન્સ કરવામાં પણ ઘણી સારી છે. આથી જ તે ઝલક દિખલા જા 6, ઝલક દિખલા જા 7, નચ બલિયે 7 અને ઝલક દિખના જા 9 જેવા ડાન્સ રિયાલિટી શોમાં પણ જોવા મળી છે.

સનાએ બાળ કલાકાર તરીકે કરણ જોહરની કુછ કુછ હોતા હૈ ફિલ્મથી પદાર્પણ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે મોટા થયા પછી પણ તેણે કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી મોટા પડદે કમબેક કર્યું હતું. 2012 ની ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, સનાની પણ આ ફિલ્મમાં યોગ્ય ભૂમિકા હતી.

 

View this post on Instagram

 

Eat your veggies ????? #filters #onpoint ✨

A post shared by Sana Saeed (@sanaofficial) on

હાલમાં સના ફિલ્મોમાં બહુ સક્રિય નથી. જોકે તે ટીવી શોમાં અતિથિ અથવા કેમિયો રોલ કરવાનું ચાલુ રાખે છે. સનાની સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિયતા છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયોને ચાહકો ખૂબ પસંદ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 6 લાખ 95 હજારથી વધુ ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

Don’t Rush ♥️ #MOOD ?

A post shared by Sana Saeed (@sanaofficial) on

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here