આશરે 130 ફૂટ થી વધુ ઊંચાઈ વાળી પહાડી પર ઘણા વર્ષોથી એકલો રહેતો હતો આ માણસ, કારણ જાણીને ચોંકી જશો

0
267

લગભગ ૧૩૦ ફૂટ ઊંચા પહાડ ના ટોચ પર રહે છે આ માણસ અને તેમાં પણ નવાઈની વાત તો એ છે કે આ વ્યક્તિ અહિયાં પોતાના ઘર મા એકલા રહે છે. આ વ્યક્તિનું નામ છે મૅક્ઝિમ. આખી દુનિયામાં ઘણા એવા કિસ્સા જોવા મળે છે કે જેના વિષે માહિતી મેળવીને આપણે નવાઈમાં મુકાઈ જતા હોઈએ છીએ અને જોડે જોડે કેટલાક કિસ્સાઓ એવા પણ હોય છે કે જેના વિષે આપણે વિચાર્યું પણ ના હોય.

આજ ના આ લેખમાં પણ એવા જ એક જોરદાર સ્થળ તેમજ વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને નવાઈમાં મૂકી દેશે. વાત કરવામા આવે છે જ્યાર્જિયા ની એક એવી જગ્યા ની છે કે જ્યાં ૧૩૦ ફૂટ ઊંચો પહાડની શિખર છે અને આ પહાડના ના શિખર પર એક વ્યકિતએ ઘર બનાવ્યું છે અને તે ત્યાં જ રહે છે. આ જોડે બીજી નવાઇ કરે તે વાત તો એ છે કે આ માણસ આ ઘર મા એકલો જ રહે છે.

આ વ્યક્તિ અહિયાં આશરે ગયા ૨૫ વર્ષો થી આ રીતે એકલો જ રહે છે. આ ૧૩૧ ફૂટ ઉચાઇ પર એક પહાડ છે કે જે કાકેશસ પર્વતની નજીક આવેલો માનવામાં આવે છે. લગભગ ૧૫મી સદી સુધી આ જગ્યા એકદમ નિર્જન હતી, ત્યારપછી આ સ્થાન પર ઘણા સાધુઓ એ આવી ને નિવાસ કર્યો અને અત્યારે મૅક્ઝિમ નામનો વ્યક્તિ ગયા ૨૫ વર્ષ થી અહિયાં એકલા રહી પોતાનું જીવન પસાર કરે છે. સાધુ બનતા પૂર્વે મેક્સિમ એક ક્રેન ઓપરેટર તરીકે ના કામ સાથે જોડાયેલો હતો.

૧૯૯૩ ના વર્ષ મા તેણે સાધુધર્મ અંગીકાર કરી અને આ શિખર ની ઊંચાઈ પર એકલો રહેવા લાગ્યો. આ કરવા પાછળ નું અગત્યનું કારણ જણાવતા તે કહે છે કે આ પર્વત પર ભગવાન નો વાસ છે તથા ત્યાં રહેવા થી તે પ્રભુ જોડે સંકળાયેલો રહે છે. આ માણસ સપ્તાહમાં મા માત્ર બે જ વખત નીચે ઉતરે છે. આ પર્વત પર થી નીચે આવવા માટે તેને અહિયાં બનાવેલી ૧૩૧ ફૂટ ની સીડીઓ ને ક્રોસ કરવી પડે છે.

આ પર્વત પર પાર કરવામાં લગભગ ૨૦ મિનિટ જેટલો સમય લાગે છે. આ પર્વત ને “કાત્સ્ખી પિલર” ના નામથી ઓળખવા મા આવે છે. જો મૅક્ઝિમ ને કોઈપણ વસ્તુ ની જરૂરિયાત હોય તો તેના ફેન્સ તેના સુધી તે વસ્તુઓ પહોંચાડી આપે છે. જ્યારે તેના દ્વારા સાધુ નો વ્રત લેવા મા આવ્યો અને તેને પહેલી વખત આ શિખર પર જવા નુ થયું ત્યારે તેનું જીવન એટલું આસાન ન હતું.

ત્યાર ના દિવસો ને યાદ કરતા તે કહે છે કે અહિયાં શરૂઆત ના બે વર્ષો સુધી તેને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. તેને ત્યાં ના હવામાન થી રાહત મેળવવા માટે જૂની ફ્રીજ મા પણ આરામ કરવો પડ્યો હતો. ત્યારપછી ઘણા ખ્રિસ્તી ધર્મ ના સમર્થકોએ પહેલા થી ત્યાં રહેલી એક જૂની અને ઝરઝરીત ઝૂંપડી નુ નવીનીકરણ કરી આપ્યું અને ત્યારપછી તે એકલો ત્યાં રહેવા લાગ્યો. આ પહાડ પર જવા માટે સામાન્ય માણસને ને પરવાનગી મળતી નથી.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here